ચાંપાનેર-પાવાગઢ : ગુજરાતનું છુપાયેલું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળ અને પ્રવાસ માર્ગદર્શિકા

ચાંપાનેર-પાવાગઢ ના મોંગા પથ્થરોએ ગુજરાતને વર્લ્ડ હેરિટેજ ના નકશા પર મૂક્યું છે. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ આ સ્થળને એટલે કે ચાંપાનેરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરે 3 જુલાઈ 2004 ના રોજ વર્લ્ડ હેરિટેજ સાઈટ નો દરજ્જો આપી ગુજરાતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને બહુમાન બક્ષ્યું છે. વિશ્વમાં કુલ 851 વર્લ્ડ હેરિટેજ સ્થળ છે જેમાં હવે ગુજરાતનો પણ સમાવેશ થાય છે.

ચાંપાનેર-પાવાગઢ

ચાંંપાનેર-પાવાગઢ કઈ રીતે જવું

વડોદરા થી 47 કિલોમીટર દૂર ઇશાન બાજુએ આ ઐતિહાસિક નગર આવેલું છે. પાવાગઢ પર્વત ઉપર માતા મહાકાલી નું પરમધામ લગભગ 850 મીટર ઊંચાઈએ આવેલું છે. આ સ્થળ સદીઓથી પૂજા અને યાત્રાના સ્થળ તરીકે જાણીતું છે અહીંયા મહર્ષી વિશ્વાવામિત્રએ શ્રીમહાકાલી માતાજીની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે. અહીં સુઘી પહોંચવા માટે માંચી ગામ સુઘી સરકારી બસની સુવિઘા તથા પ્રાઈવેટ વાહનો પણ મળી રહે છે. ત્યાર બાદ માંચી થી રોપવે ની સુવિઘા પણ ઉપલબ્ઘ છે. જેનુ બુકીંગ તમે https://udankhatola.com/destination/kali-devi પરથી કરી શકો છો.

આ નૈસર્ગિક પર્વત પર આવેલા ચંપક નગરના રક્ષણ માટે તેના ઈશાન તરફના ચઢાણ પર જુદી જુદી જગ્યાએ ઘણી કુશળતાપૂર્વક કિલ્લેબંધી કરવામાં આવી છે.

ચાંપાનેર-પાવાગઢ

 

ચાંપાનેર-પાવાગઢ નો સંક્ષિપ્ત ઇતિહાસ 

ઇતિહાસકારોના માનવા પ્રમાણે વનરાજ ચાવડાના મંત્રી ચાંપા ભીલ (પાછળથી તે ચાંપરાજ તરીકે ઓળખાયો હતો)દ્વારા આ નગર વસાવવામાં આવ્યું હતું. આ જગ્યાએ ઇસવીસનની પહેલી સદીથી માનવ વસવાટ શરૂ થયો હતો આશરે ઈસવીસન 1300 માં અહી ચૌહાણ એ અહીં પોતાની રાજધાની સ્થાપી અને ઇસવીસન 1424 સુધી પોતાની સ્વતંત્રતા ટકાવી રાખી. 184 વર્ષ સુધી સ્વતંત્ર રહેલા પાવાગઢના ચાંપાનેર ને મહંમદ બેગડાએ પોતાની રાજધાની બનાવી અને તેને મહમદાબાદ નામ આપ્યું હતું અને અહીંની ટંકશાળમાં પોતાનું ચલણી નાણું તૈયાર કર્યું હતું. 

 

ચાંપાનેર-પાવાગઢ

 

આશરે અડધી સદી બાદ ઈસવીસન 1535 માં સુલતાન બહાદુર શાહ ના કાળમાં દિલ્હીના બાદશાહ હુમાયુ દ્વારા ચાંપાનેર પર હુમલો કરી તેને જીતવામાં આવ્યું ત્યારબાદ અહીંથી રાજધાની બદલવામાં આવી ત્યારબાદ ચાંપાનેર નું પતન થયું.

ચાંપાનેર-પાવાગઢ

 

ચાંપાનેર-પાવાગઢ ના ફરવા લાયક સ્થળો 

ચાંપાનેરમાં આવેલ કુલ 38 સ્મારકો માંથી ભગવાન લકુલેશ મંદિર સૌથી જૂનું આશરે દસમી સદી કે કે 11મી સદીનું સૌથી જૂનું સ્થાપત્ય છે. પર્વત પરના બીજા મહત્વના સ્થાપત્યોમાં પતેય રાવળનો મહેલ, નવલખા ઠાકોર તથા મકાઈના કોઠાર તરીકે જાણીતો દુર્ગ, જૈન દેરાસર, દૂધિયું તળાવ વગેરે આવેલ છે.

 

ચાંપાનેર-પાવાગઢ

 

 ચાંપાનેર કિલ્લો અને અન્ય ઐતિહાસિક ઈમારતો

પર્વત પરની નીચેના ભાગમાં મોહમ્મદ બેગડા દ્વારા બનાવેલ ચાંપાનેર નો શાહી સમચોરસ કિલ્લો છે. બુર્જોથી સુરક્ષિત આ કિલ્લાના પ્રવેશદ્વાર પાસેના ગુંબજોની કોતરણી મનોહર છે. શાહિ કિલ્લાની બહાર જુમ્મા મસ્જિદની ભવ્ય ઈમારતની સુવ્યવસ્થિત રચના ના વિવિધ અંગો ભારતીય ઈસ્લામી સુશોભન થી આગવું મહત્વ ધરાવે છે તેના પાંચ મનોહર પ્રવેશદ્વારો સુશોભિત કોતરણીથી આકર્ષક લાગે છે.

ચાંપાનેર-પાવાગઢ

 

ચાંપાનેર-પાવાગઢ ની ઇમારતો ગુજરાતની સ્થાનિક શૈલીના મહત્વના નમુના છે. તેમાં નગીના મસ્જિદ અને તેની પાસેનો સુશોભિત મકબરો કેવડા મસ્જિદ શહેરની મસ્જિદ લીલા ગુંબજ મસ્જિદ આદિ પોતપોતાની આગવી લાક્ષણિકતા ધરાવે છે.

 

પૂર્વમાં ચાંપાનેર ની બહારના વડા તળાવ ઉપર ખજુરી મસ્જિદ અને કબૂરત ખાનાના નામે જાણીતું હવા ખાવાનું સ્થળ પણ છે.

 

ચાંપાનેર-પાવાગઢ

 

કાળક્રમે દટાઈ ગયેલા નગરનો કેટલોક ભાગ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનનથી બહાર કાઢવામાં આવ્યો છે તેમાં અમીર મંઝિલના વિવિધ ભાગો માં રહેવાના ઓરડાઓ, વહેતા પાણીની સુંદર રચનાઓ વાળા બગીચાઓ વગેરે મળી આવ્યા છે. તેની મૂળ સ્થિતિ જાળવીને આ ભવ્ય વારસાની સાચવણીનું કાર્ય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ નું વડોદરા મંડળ કરે છે.

ચાંપાનેર-પાવાગઢ

 

ગુજરાત સરકારે પણ આ ઐતિહાસિક વારસાના સ્થળની જાળવણી, સંરક્ષણ અને વિકાસ કરવા માટે ઈસવીસન 2000માં ટાસ્ક ફોર્સ ની રચના કરી પોતાનું યોગદાન આપેલું છે.

 

આપણું રાષ્ટ્ર માનવ સંસ્કૃતિના ઉદ્ભવનું મહત્વનું સ્થાન છે અને ઐતિહાસિક સ્મારકોનો વિશાળ ભંડાર છે તેની પ્રતીતિ ચાંપાનેરના અવશેષોને જોઈને થઈ આવે છે.

ચાંપાનેર-પાવાગઢ

ગુજરાતના અન્ય ઐતિહાસિક સ્થળો વિષે જાણવા માટે અહિં ક્લિક કરો.

https://gujaratnivato.com/historical-places/

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *