ગુજરાત તેની અવનવી વાનગીઓથી વિશ્વભરમાં જાણીતું બન્યુ છે. ત્યારે આજે આપણે ગુજરાતની એવી વાનગીઓ વિશે વાત કરવાની છે. જે ગુજરાતની ઘરોહર સમી વિખ્યાતી ઘરાવે છે અને લોકો તેને ખૂબ જ પ્રેમથી આરોગે છેે. ગુજરાતની શ્રેષ્ઠતમ વાનગીઓ ગુજરાતની શ્રેષ્ઠતમ જગ્યાએ થી ખાવાની મજા કંઇક ઓર હોય છે.તો ચાલો જાણીએ આવી વાનગીઓ વિશે અને તેની શ્રેષ્ઠતમ જગ્યા વિશે….
૧. ખમણ

ગુજરાતી નાસ્તામાં એવું કંઈક છે જે દિવસને મીઠી શરૂઆત આપે અને એમાં સૌથી ખાસ છે ચણાના લોટની સ્વાદિષ્ટ સુંદર વાનગી અને એ છે ખમણ મોઢામાં મુક્તાવેંત જ ઓગળી જાય એવું આ ખમણ એ ખાલી નાસ્તો નથી પણ દરરોજની સુગંધ છે જે આખો દિવસ આપણને આનંદ આપે છે. આ ખમણ માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે એવી વાનગી છે.
ખમણના લોકપ્રિય પ્રકારો
ગુજરાતમાં ખમણ ઘણા પ્રકારમાં મળે છે અને દરેક સ્વાદનું એક વિશિષ્ટ મહત્વ છે.
- નાયલોન ખમણ – અત્યંત નરમ હળવું અને સહેજ લીમડાના વઘાર સાથે આ ખમણ બનાવવામાં આવે છે
- વાટી દાળ ખમણ- ચણાની દાળ પલાળીને બનતું અને શહેર નાયલોન ખમણ કરતા સહેજ વધારે કડક અને સ્વાદિષ્ટ
- અમીરી ખમણ – ખમણ ના ટુકડા ચટપટા મસાલા અને શેઠ સાથે આ ખમણ બનાવવામાં આવે છે
- સેવ ખમણી – ખમણના ભૂકા ઉપર લીલી ચટણી દહીં અને સેવ ભભરાવીને આ સેવ ખમણી બનાવવામાં આવે છે. સેવ ખમણીની પણ ગુજરાતમાં ઘણી લોકપ્રિયતા છે
ગુજરાતની ખમણ ની દુકાનો કે જેનો સ્વાદ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને જેના ખમણ ખાવા માટે લોકો દૂર દૂરથી અહીંયા આવે છે
દાસ ખમણ હાઉસ અમદાવાદ.
અહીં વિવિઘ પ્રકારના અને વિવિઘ ફ્લેવર ઘરાવતા ખમણ તમને પીરસવામાં આવે છે. દાસ ખમણના ઘણા બઘા આઉટલેટ અમદાવાદમાં આવેલા છે અને તેની ખાસીયત એ છે કે દરેક જગ્યાએ તમને સમાન સ્વાદ આવે છે. તમે નજીકના કોઇ પણ આઉટલેટ ઉપર જઈને ખમણનો ટેસડો પાડી શકો છો.
૨. સુરતી લોચો

પ્રોટીનથી ભરપૂર નહિવત તેલ અને ટેસ્ટી ટોપીંગથી ભરપૂર સ્વાદિષ્ટ અને જીભને ચસ્કો લગાડે એવી વાનગી એટલે સુરતી લોચો.
ચણા અને અડદની દાળમાંથી બનતી આ વાનગી બપોરના કે સવારના નાસ્તામાં અને હલકું પણ સ્વાસ્થ્યપ્રદ રાત્રી ભોજનમાં પણ લઈ શકાય તેવી છે.
લોચો બનવાનો ઇતિહાસ અને તેના નામ પાછળનું રહસ્ય
એક વખત એક રસોઈયો ખમણ બનાવતો હતો તે વખતે ખમણને પોચા બનાવવા માટે ભૂલથી વધારે પાણી રેડાઈ ગયુ જેનાથી આ વાનગી અસ્તિત્વમાં આવી હતી.
તેણે જોયું કે પાણી વધુ પડી ગયું ત્યારે તેનાથી બોલાઈ ગયું “અરે આ તો લોચો થઈ ગયો” ત્યારથી તેનું નામ લોચો પડી ગયુ.
લોચાના ઘણા બધા પ્રકાર જોવા મળે છે
જેમકે બટર લોચો, ચાટ લોચો, સેઝવાન લોચો, ચીઝ લોચો, પીઝા લોચો, લસણીયા લોચો ચાઈનીઝ લોચો વગેરે.
લોચા ની પ્રખ્યાત દુકાનો
- ગોપાલ લોચો
લોચા ની આ ફેમસ દુકાન સ્ટેશન રોડ, સીટી લાઈટ, અડાજણ ખાતે આવેલી છે. અહીંના વિવિધ ફ્લેવર્સ વાળા લોચો લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે.
- જાની લોચો
પારલે પોઇન્ટ,સીટી લાઈટ ખાતે જ આ જાની લોચો દુકાન આવેલી છે. અહીં પણ લોકો અલગ અલગ લોચાનો આસ્વાદ માણીને આહલાદક અનુભવ કરે છે
૩. સેવ ઉસળ

ઉસળ એ ફણગાવેલા કઠોળ થી બનાવેલી વાનગી છે ગુજરાતી અને મહારાષ્ટ્રીયન વાનગીઓમાં તમને ઘણી સમાનતાઓ જોવા મળશે કારણ કે તે એકબીજામાંથી પ્રેરણા લે છે મહારાષ્ટ્રમાં ઉસળ ફણગાવેલા કઠોળ અને અન્ય વસ્તુઓથી બનાવવામાં આવે છે સેવ ઉસળની આ રેસીપી મહારાષ્ટ્રીયન વાનગી મિશળ પાવ અને ઉસળપાવનું રૂપાંતર છે.
ચટપટી અને રશાળ મસાલેદાર આ વાનગી બરોડામાં ખૂબ જ ફેમસ છે ચાલો જોઈએ ત્યાંની એક દુકાન કે જ્યાં સેવ ઉસળ ખાવા માટે લોકો લાઈન લગાવે છે.
- મહાકાળી સેવ ઉસળ
નેહરુ ભવન, પ્રાથમિક પ્લાઝા, પેલેસ રોડ, કીર્તિ સ્તંભ ની પાછળ વડોદરા ખાતે આ મહાકાળી સેવ ઉસળ આવેલું છે. સવારના 8:30 થી રાત્રિના નવ વાગ્યા સુધી તેઓ સેવ ઉસળ વહેંચે છે.
૪. જલેબી- ગુજરાતની મીઠી ઓળખ

ગુજરાતના નાસ્તામાં જલેબી એ એવી વાનગી છે જે માત્ર મીઠાઈ નથી પણ લાગણી છે, ભાવના છે. રવિવારની સવારે જ્યારે ગુજરાતી ઘરોમાં ક્રિસ્પી જલેબી જ્યારે ઘીમાં તળવામાં આવે છે ત્યારે તેની સુગંધમાં ભૂખ અને યાદો બંને તરો તાઝા થાય છે અને ગરમાગરમ જલેબીની સાથે ફાફડા અને તરબોળ ચાસણી જ્યારે પલાળાય છે ત્યારે એક અનોખો અનુભવ કરાવડાવે છે. જલેબી એ માત્ર મીઠાઈ નથી પણ પ્રસંગ તહેવાર કે નવરાત્રિની રાત્રે એની સાથે જોડાયેલી ક્ષણો પણ છે. ઠંડીની ઋતુમાં તો ગરમ જલેબી સાથે દૂધ કે ઊંધિયું પણ ખાસ પસંદગી પામે છે હવે તો ફ્યુઝન જલેબી પણ માર્કેટમાં આવી છે જેમ કે ચોકલેટ જલેબી રબડી જલેબી જેવા નવતર વિકલ્પો પણ લોકો પસંદ કરી રહ્યા છે. તમારે પણ જો જલેબી થી મોઢું મીઠું કરવું હોય અને શ્રેષ્ઠ જલેબીનો સ્વાદ લેવો હોય તો લોકપ્રિય જલેબી ની દુકાન ની મુલાકાત જરૂર લો કારણ કે ગુજરાત જલેબી વગર અધૂરું છે.
ગુજરાતની પ્રસિદ્ધ જલેબી શોપ્સ
- ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ જામનગર
વિશેષતા: સો વર્ષથી પણ વધુ જૂની હોટલ છે અને અહીંની જલેબી વિશ્વપ્રસિદ્ધ છે.
- લખનઉ જલેબી શોપ
અમદાવાદના રાયપુરમાં આવેલી લખનઉ જલેબી શોપ અડદની દાળની જલેબી માટે ખૂબ જ ફેમસ છે.અમદાવાદના ફૂડ લવર્સની આ ફેવરિટ જગ્યા છે.
૫.ઢોકળા – નાસ્તામાં નરમાઈ અને સ્વાદનો પરિચય

ઢોકળા એ ગુજરાતનો એવી જાતનો નાસ્તો છે જે નરમાઈ અને રુચિનો સહેલું સંમેલન છે. ચણાની દાળ અથવા રવાને ખાટા પદાર્થો સાથે ભેળવીને વરાળમાં પકવવામાં આવે છે. ત્યારબાદ તેના પર વઘાર નાખીને લીલી મરચી અને ચટણી સાથે પીરસવામાં આવે છે – જે સ્વાદની એક એવી હારમોની છે કે જે દરેક ગુજરાતી માટે ખાસ છે.
અમદાવાદના મણિનગરમાં આવેલી કેટલીક લાઈવ ઢોકળાની દુકાનો, જેમ કે “ન્યૂ રાજવાડી લાઈવ ઢોકળા”, અહીં ઢોકળા તાજા બનાવાય છે અને ત્યાંજ ગરમ પીરસાય છે. સવારે 7 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા જોવા મળે – એટલું લોકપ્રિય છે આ નાસ્તું.
ઢોકળાના અનેક પ્રકાર છે: ખમણ ઢોકળા, રવા ઢોકળા, તીખા ઢોકળા કે નાસ્તાના ઢોકળા – દરેકમાં અલગ રીતે રસ અને રોમાન્સ છુપાયેલો હોય છે. ઘરમાં બનાવવો હોય કે બહારથી લાવવો – ઢોકળા ક્યારેય ભૂલાતા નથી.
જો તમારે ગુજરાતી નાસ્તાનો અસલ સ્વાદ માણવો હોય, તો એકવાર તાજા ઢોકળા જરૂર અજમાવો – મન ભરી જાય એવો અનુભવ મળશે.
આવી જ મજેદાર પોસ્ટ જોવા માટે જોડાયેલા રહો gujaratnivato.com સાથે. ઘન્યવાદ. અસ્તુ