1. પ્રસ્તાવના (Introduction)
modhera sun temple-મોઢેરાનું સૂર્યમંદિર પુષ્પાવતી નદીના કિનારે સ્થિત સ્થાપત્ય કલાનો ઉત્તમ નમુનો ગણાય છે.
આ મંદિર મહેસાણા જીલ્લામાં મહેસાણાથી ૩૫ કિમી દૂર આવેલુ છે.
ઈ.સ 1026-27 દરમિયાન ગુજરાતના સોલંકી રાજા ભીમદેવ પ્રથમના સમયમાં તે બનાવવામાં આવ્યું હતું.
હાલ તેની સુરક્ષા અને જાળવણી archaeological survey of India દ્વારા કરવામાં આવે છે.

2. ઇતિહાસ (Modhera Sun Temple History)
modhera sun temple-મોઢેરાનું સૂર્યમંદિર ભીમદેવ સોલંકી પહેલાના સમયમાં બનાવવામાં આવ્યું હતું.
ઈસવીસન 1024 25 માં મોહમ્મદ ગજનીએ તેના પર આક્રમણ કર્યું હતું અને 20,000 સૈનિકોએ તેનો વિરોધ કર્યો હતો.
મંદિરના ગર્ભગૃહની પશ્ચિમ દિશાની દિવાલ પર દેવનાગરી લિપિમાં વિક્રમ સંવત 1083 (ઇ.સ 1026-27) લખેલો શિલાલેખ જોવા મળે છે.
આ મંદિર 23.6 અક્ષાંશ પર સ્થિત છે. 2013 પહેલા તેનો પાટણ જિલ્લામાં સમાવેશ થતો હતો પણ હાલ તે મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ છે.
મોઢેરાના સૂર્યમંદિર નો ડિસેમ્બર 2022 માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટી ની ટેન્ટેટીવ વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

3. મોઢેરાના સૂર્યમંદિર નું સ્થાપત્ય (Architecture of Modhera Sun Temple)
3.1 ગુઢ મંડપ
ગર્ભગૃહ અને મંડપની બહારની દીવાલો અત્યંત સુંદર શિલ્પકામ થી સજાવેલી છે.
દિવાલોનું નકશી કામ અદભુત છે.
પાયાની રચનામાં ઉલટા કમળ જેવો આકાર બનાવવામાં આવ્યો છે.
મંદિરની બહારની દીવાલને “મંડોવર” કહેવામાં આવે છે તેમાં વિવિધ દેવતાઓના શિલ્પ કોતરાયેલા છે, જેમાં ખાસ કરીને સૂર્યદેવ બે હાથમાં કમળ લઈને સાત ઘોડાઓના રથ પર ઉભેલા દર્શાવવામાં આવેલા છે.
ગુડ મંડપની પેનલોમાં મુખ્યત્વે સૂર્યની પ્રતિમાઓ જોવા મળે, જે મંદિરના સૂર્ય ઉપાસના સાથેના સંબંધ દર્શાવે છે.

3.2 સભા મંડપ
સૂર્યમંદિર મોઢેરામાં આવેલ સભામંડપ અથવા રંગ મંડપ પ્રાયઃ એક સભા અથવા નૃત્ય હોલ તરીકે ઉપયોગમાં આવતા હોવાનું મનાય છે.
તેનું આયોજન સમાનાંતર ચતુર્ભુજ આકારમાં છે.
આ સભા મંડપમાં 52 સુંદર કોતરાયેલા થાંભલા છે, જે વર્ષના 52 અઠવાડિયાનું પ્રતીક છે.
મંદિરના અન્ય ભાગોમાં શિવ વિષ્ણુ અને બ્રહ્મા તથા નાગ અને દેવી-દેવતાઓના વિવિધ સ્વરૂપો કોતરાયેલા છે.
સભા મંડપની છત પર રામાયણ જેવા મહાકાવ્યો ના દ્રશ્યો પણ દર્શાવવામાં આવ્યા છે.

4. સૂર્યકુંડ (રામકુંડ)
સૂર્યમંદિર મોઢેરા ના પ્રવેશ પાસે કીર્તિ તોરણમાંથી નીચે જતી સીડીઓ પાસે એક વિશાળ કુંડ આવેલો છે, જેને સૂર્યકુંડ અથવા રામકુંડ નામથી ઓળખવામાં આવે છે.
આ કુંડ 176 x 120 ફૂટનો છે.
તે ચાર સ્ટેપમાં બનાવેલ છે તેમજ અંદર જવા માટે અલગ અલગ દિશામાં પગથિયા વાળી સીડીઓ બનાવવામાં આવી છે
કુંડની દિવાલની આસપાસ ઘણા નાના નાના મંદિરો પણ બનાવવામાં આવ્યા છે.


5.વૈજ્ઞાનિક રચના (Scientific Design)
મોઢેરા સૂર્યમંદિરની સૌથી મોટી વિશેષતા તેની સોલાર અલાઇનમેન્ટ છે.
મંદિર પૂર્વ દિશામાં બનાવેલું છે.
એવી માન્યતા છે કે સૂર્યનું પ્રથમ કિરણ સીધું ગર્ભગૃહમાં સૂર્યનારાયણની પ્રતિમાના મુકુટના મણી ઉપર પડતું હતું અને સમગ્ર ગર્ભ ગૃહ પ્રકાશિત થઈ ઉઠતું હતું.
6. મોઢેરા નૃત્ય મહોત્સવ (Modhera Dance Festival)
ઈસવીસન 1992 થી ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત દ્વારા ત્રણ દિવસીય મોઢેરા નૃત્ય મહોત્સવ ઉજવવામાં આવે છે.
જાન્યુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયામાં આ ઉત્સવ ઉજવાય છે જે ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે ઓળખાય છે.

7. અહીં કેવી રીતે પહોંચવું (How to Reach)
✈️ નજીકનું એરપોર્ટ
સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ, અમદાવાદ (લગભગ 95 km)
District Mahesana
🚆 નજીકનું રેલ્વે સ્ટેશન
મહેસાણા રેલવે સ્ટેશન (28 km)
🚗 રોડ
મહેસાણા થી 35 km
પાટણ થી 30 km
8. પ્રવાસ માટે શ્રેષ્ઠ સમય (Best Time to Visit) તથા સમય
ઓક્ટોબર મહિના થી માર્ચ મહિના સુધી
- Timings: 7 AM to 6 PM (often noted as open until 9 PM for light shows).
- Entry Fee: ₹20 for Indian visitors, ₹250 for foreigners.
ગરમીમાં અહીં તાપમાન ખૂબ ઊંચું રહે છે.
9. નજીકના પ્રવાસી સ્થળો (Nearby Tourist Places)
પાટણ પટોળા હેરિટેજ મ્યુઝિયમ
બેચરાજી ટેમ્પલ અહી બહુચર માતાજી નું સુંદર મંદિર આવેલું છે.
કિર્તી તોરણ વડનગર.
10. Conclusion
એક વખત અચૂક જવા જેવું સ્થળ છે. દરેક ગુજરાતીએ ત્યાં જવું જ જોઈએ. બાળકોને તથા મોટાઓને બંનેને મજા પડે એવું સ્થળ છે. ગુજરાત સરકાર અહી તાના રીરી મહોત્સવ પણ ઉજવે છે.