હેરીટેજ સીટી અમદાવાદ વિષે આપણે સૌ જાણીએ છીએ કે અહીં એક થી એક ચઢીયાતા મોન્યુમેન્ટસ આવેલા છે. આજે વાત કરવાની છે એવા જ એક મોન્યુમેન્ટ વિષે કે જેને વૈૈશ્વિક વારસામાં સ્થાન આપવામાં આવ્યું છે અને જેને જોવા દુનિયાના અનેક દેશોના લોકો ગુજરાતમાં આવે છે. તે છે સીદી સૈયદની મસ્જીદના મહેરાબમાં આવેલ જાળીઓની…
સીદીસૈયદની જાળી (siddi sayed mosque) એ અમદાવાદની એક પ્રાચીન ઓળખ છે. સીદીસૈયદની જાળી તેની શાનદાર શૈલી અને ઝીણવટ ભરી કોતરણી માટે પ્રખ્યાત છે.
સીદીસૈયદની જાળીની બનાવટમાં yellow sand stone નો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે એક જ પથ્થર ઉપર નકશી કામ કરીને આ જાળીને બનાવવામાં આવી છે.
આ જાળીઓમાં ખજૂરના વૃક્ષની ડાળીઓનું નકશીકામ કરીને બનાવવામાં આવી છે. આ જાળીમાં પીપળાના વૃક્ષની ડાળીઓ પણ બનાવવામાં આવી છે અને પાંદડાઓની કલાત્મક કૃતિઓ બનાવવામાં આવી છે.
અંગ્રેજોના કાળમાં લોર્ડ કરજે ને આ જાડીઓની જાળવણી કરાવી હતી. બ્રિટિશ કાળ દરમિયાન આ મસ્જિદનો ઉપયોગ સરકારી કામો માટેની કચેરીના સ્વરૂપે થતો હતો.
ઈસવીસન 1880 માં લંડન અને ન્યુયોર્ક ના મ્યુઝીયમ માં મુકવા માટે સીદી સૈયદની જાળીની નકલ કાગળ ઉપર ઉતારી તેમાંથી લાકડાના બે મોડલ બનાવવામાં આવ્યા હતા.
રશિયાના ઝાર જ્યારે ભારતમાં આવ્યા હતા ત્યારે તેઓએ સીદીસૈયદની જાળીની મુલાકાત લીધી હતી.
લંડનના મહારાણી એલિઝાબેથ પણ આ જાળીઓને જોઈને ખૂબ જ પ્રભાવિત થયા હતા.
અહીં મસ્જિદના મહેરાબમાં કુલ ચાર જાળીઓ છે. તેમાંથી ત્રણ જાળીઓની કોતરણી જોઈ શકાય છે તથા એક જાળીમાં પથ્થરો ગોઠવવામાં આવ્યા છે એવું પણ કહેવાય છે કે ભારત આઝાદ થયું ત્યારે ચોથી જાડી અંગ્રેજો પોતાની સાથે લઈ ગયા હતા પરંતુ તેનો કોઈ પુરાવો મળતો નથી.
મસ્જિદ ની બાજુમાં એક બગીચો છે ત્યાં જઈને તમે આ જાડીઓની સુંદરતાને ખૂબ જ નજીકથી નિહાળી શકો છો
તેની ભવ્ય વિરાસત અને શાનદાર શૈલીને વિશ્વપ્રસિદ્ધ બનાવવા માટે આઈ.આઈ.એમ અમદાવાદના લોગો ઉપર પણ તેને સ્થાન આપવામાં આવ્યું છે.
સીદી સૈયદની મસ્જિદ નો ઇતિહાસ
સીદીસૈયદની મસ્જિદ નું નિર્માણ ઈસવીસન 1572 ના દાયકા દરમિયાન સીદી સૈયદ નામના વ્યક્તિએ કર્યું હતું તે હબ્શા (ઇથોપિયા) થી યમન થઈને ગુજરાત આવ્યા હતા અને પાછળથી સુલતાન નાસીર ઉદ્દીન મહમૂદ શાહ ત્રીજા ને સેવા આપી હતી.
તે ગરીબોની મદદ કરનાર ‘દરિયાદિલ’ માણસ તરીકે જાણીતા હતા અને તેમની પાસે પુસ્તકો નો મોટો સંગ્રહ હતો. તેમણે ગુજરાતના અંતિમ શાસક સુલતાન મુજફ્ફર શાહ ત્રીજો ના શાસનકાળ દરમિયાન ભવ્ય સ્મારકનું નિર્માણ કર્યું હતું. આ મસ્જિદ પથ્થરમાંથી બારીક રીતે કોતરાયેલી તેની જાળીઓ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, જેમાં એકબીજામાં વિંટાયેલા વૃક્ષો અને પાંદડાઓની કલાત્મક આકૃતિઓ છે.
અત્યારે ‘જીવનરૂપી વૃક્ષ’ (Tree of life) ને વ્યક્ત કરતી મસ્જિદની જાળીઓ અમદાવાદ શહેરની વિશિષ્ટ ઓળખાણ બની ગઈ છે સીધી સૈયદની મસ્જિદના પ્રાંગણમાં જ તેને બનાવનાર સીદીસૈયદની કબર છે.
સીદી સૈયદની જાળીને લઈને એક રસપ્રદ અનુમાન છે કે આ આખી જાળી એક જ પથ્થરમાંથી કંડારવામાં આવી હશે. જોકે અનેક વિશેષજ્ઞોની માન્યતા અનુસાર, તેને જુદા જુદા પથ્થરના ટુકડાઓ પર કોતરવામાં આવી હતી અને પછી એ ટુકડાઓને અત્યંત કુશળતાથી સાંધવામાં આવ્યા. તે સમયે સીદી સૈયદે કયા પ્રકારના કારીગરો પાસે આ અદ્વિતીય કળાકૃતિ બનાવડાવી અને ટુકડાઓને જોડવા માટે શેનો ઉપયોગ થયો તે વિષય હજુ પણ સંશોધન માટે ઊંડાણથી જોઈ શકાય તેમ છે.
આ જાળી માત્ર પથ્થર પર કોતરાયેલ લાગે છે, પણ તેને જોઈને એવો ભાસ થાય છે કે કોઈ નરમ કપડાં પર બનાવી હોય. તેનામાં ચિત્રકામ, નકશીકામ, સુથાર અને કડિયાકામ—all in one—જેમ ઉમેરાયેલા હોય એવો બેનમૂન સમન્વય છે.
આજથી લગભગ 450 વર્ષ પહેલા બનેલી આ જાળી આજે પણ તેના મૂળ સ્વરૂપમાં અડગ છે. તેની પહોળાઈ આશરે 10 ફૂટ અને ઊંચાઈ 7 ફૂટ છે—અત્યંત ભવ્ય અને ઉત્કૃષ્ટ કળાનમૂનો જે આખા વિશ્વમાં ગુજરાતની ઓળખ બની ચુક્યો છે.
સીદી સઈદે પોતાની જાગીરનાં ગામોથી મળતી આવકમાંથી એક અનોખી અને બેનમૂન મસ્જિદ બનાવવા ધીરજપૂર્વક કામ શરૂ કરાવ્યું હતું. મસ્જિદના નિર્માણ પાછળ એની માત્ર ધૂન હતી—કોઈ શોખ કે દેખાડો નહોતો. પરંતુ કાળક્રમે ઘટના એવી બની કે જહૂજાર ખાન નામના સીદી સરદાર સાથે વિવાદ સર્જાતાં સીદી સૈૈયદ પાસેથી તે ગામોની મિલકત પાછી લઈ લેવાઈ. એ દરમિયાન મુઘલ સમ્રાટ અકબરે ગુજરાત જીત્યું અને સીદી સઈદની આવક પણ બંધ થઈ ગઈ. આવકના સ્ત્રોત ખતમ થતાં, તે પોતાની દિલથી બનાવતી મસ્જિદનું કામ પૂરું કરાવી શક્યો નહીં, અને મસ્જિદ અધૂરી રહી ગઈ.
આવા જ ઐતિહાસીક અને વારસાના સ્થળો વિષે વાંચવા માટે https://gujaratnivato.com/ ની મુલાકાત લેતા રહો. ગુજરાતની ઓળખ, આપણી ઓળખ.